ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થા
ભારતીય સંસ્કૃતિ મુજબ સમાજવ્યવસ્થા ચાર વર્ણોમાં વહેંચાયેલી છે. સમાજમાં વર્ગો થવા કે હોવા એ કુદરતી છે, સ્વાભાવિક છે. વર્ગવિહીન સમાજવ્યવસ્થાની વાત કરનારા પશ્ચિમના કહેવાતા વિદ્વાનો દંભી છે કારણ કે વર્ગોમાં વહેંચાયેલો સમાજ સુસંસ્કૃત માનવદશાનું પ્રતિનિધિત્વ કરે છે. સમાજ પર તો જવા દો વ્યક્તિ પર પણ કોઈનો કાબુ નથી એવી પશ્ચિમી સભ્યતામાં ઉછરેલા આ દંભીઓને વ્યવસ્થિત સમાજરચના પણ હોઈ શકે એ વાત કપોળ કલ્પનામાત્ર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે તેઓએ તો વ્યક્તિઓનું સ્વચ્છંદી વર્તન જ જોયેલું છે. તેઓને સંયમિત કરી શકાય જ કેવી રીતે? એ જ તેઓને સમજાતું નથી. માટે તેઓ ‘અમારો સમાજ પશુઓનું ટોળુ છે’ એવું કબુલ કરવાને બદલે ‘અમે તો વર્ગવિહીન સમાજવ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ’ એવું કહીને નર્યો દંભ કરે છે. શ્રીમદભગવદગીતા કહે છે, “ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: . ભારતીય પરંપરામાં ચાર વર્ણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચાર વર્ણો ઈશ્વરે નિર્માણ કરેલા જન્મજાત સ્વભાવ પ્રમાણે અનુક્રમે : શિક્ષક, રક્ષક, પાલક અને સેવક તરીકે કાર્ય કરે છે. ચાર વર્ણો એ વર્ગભેદ નથી પરંતુ સમાજની જરૂરિયાતોને પહોંચી વળવા...