ભારત નુ બંધારણ કોણે ઘડ્યુ ??
ભારત નુ બંધારણ ખરેખર ઘડ્યુ કોણે ? પાર્ટ ૧
આંબેડકરને બંધારણનો મુસદ્દો ઘડવાની સમિતિના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા હતા ખરા, પણ આ સમિતિ છેક રચાઈ ૨૯ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ, જ્યારે બંધારણીય સભાનું કામકાજ ડિસેમ્બર ૧૯૪૬થી શરૂ થઈ ચૂક્યું હતું - નવ મહિના પહેલાં. ડ્રાફ્ટિંગ સમિતિ રચવાના નિર્ણયની ઘોષણા કરતી વખતે બંધારણીય સભામાં જણાવાયું હતું કે આ સમિતિ ‘બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણના મુસદ્દાના અધિકૃત પાઠની ચકાસણી કરવા માટે’ રચવામાં આવે છે.
આમ, બંધારણનો મુસદ્દો આંબેડકર પિક્ચરમાં આવ્યા તે પહેલાં તૈયાર જ હતો. કોણે ઘડ્યો હતો એ મુસદ્દો? આ પ્રશ્ર્નને બદલે કોણે કોણે એ ઘડ્યો હતો એમ પૂછવું વધુ વાજબી લેખાશે. ભારતનું તંત્ર ચલાવવા કયા કયા નીતિનિયમોની જરૂર પડશે એ વિશે અનેક નેતાઓએ વર્ષો સુધી આ વિષય પર કામ કરીને બંધારણના મુસદ્દાની એક એક ઈંટ ગોઠવી હતી. છેક ડિસેમ્બર, ૧૯૨૪માં એક રાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના નેતાઓએ ‘ધ કૉમનવેલ્થ ઓફ ઈન્ડિયા બિલ’ ઘડ્યું હતું જે જાન્યુઆરી, ૧૯૨૫માં અખિલ ભારત સર્વપક્ષીય અધિવેશનની બેઠક મળી ત્યારે રજૂ કરવામાં આવ્યું અને એ જ વર્ષના એપ્રિલમાં એને આખરી સ્વરૂપ મળ્યું. ૧૯૨૭ના મે મહિનામાં મુંબઈમાં મળેલી કૉન્ગ્રેસ મહાસમિતિની બેઠકમાં ‘સ્વરાજનું બંધારણ’ ઘડવા માટેની જવાબદારી કૉન્ગ્રેસની કાર્યકારી સમિતિને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદનાં વર્ષોમાં આ અંગે ખાસ્સું એવું કામ થયું. મોતીલાલ નેહરુ સમિતિએ પણ આરંભિક યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ૧૯૪૪માં સર તેજ બહાદુર સપ્રુના નેતૃત્વ હેઠળની સમિતિએ નાગરિકોના મૂળભૂત હક્કો વિશે તથા અનુસૂચિત જાતિ તેમજ લઘુમતીના હક્કો વિશે ઉપરાંત સંસદ - વિધાનગૃહો અને સરકારી તંત્રની રચના વિશે સંખ્યાબંધ ઉપયોગી અને વિગતવાર સૂચનો કર્યાં.
જુલાઈ, ૧૯૪૬માં કૉન્ગ્રેસ કાર્યકારી સમિતિએ બંધારણીય સભા રચવા માટેની તૈયારી કરવા એક નિષ્ણાત સમિતિ રચી. આ સમયે ગાંધીજીએ કનૈયાલાલ મુનશીને બોલાવીને કહ્યું હતું, ‘અત્યારે તમારા હાથમાં જે કામ હોય તેને છોડીને આ સમિતિના કાર્યમાં જોડાઈ જાવ તો સારું. આ ખૂબ જ અગત્યનું કામ છે અને તમારે એનો બોજો તમારા ખભા પર લઈ લેવો જોઈએ.’ આ સમિતિએ કેબિનેટ મિશન પ્લાનના માળખામાં રહીને મુસદ્દા તૈયાર કર્યા. મુનશીએ ‘પિલગ્રિમેજ ટુ ફ્રીડમ’ના પ્રથમ ગ્રંથમાં પોતાના આ કાર્ય વિશે વિગતે વાત કરી છે.
ટૂંકમાં, બંધારણીય સભા ડિસેમ્બર, ૧૯૪૬માં મળી ત્યાર બાદ બંધારણ ઘડવાનું કામ શરૂ થયું નહોતું. દાયકાઓ અગાઉથી એ માટે મોટા મોટા વિદ્વાન નેતાઓ પોતપોતાના દિમાગનું દહીં કરતા રહ્યા હતા.
સપ્ટેમ્બર, ૧૯૪૬માં સર બી. એન. રાવે મૂળભૂત હક્કો વિશે બે વિગતવાર નોંધ તૈયાર કરી. કે. ટી. શાહે પણ પોતાની નોંધ તૈયાર કરી હતી.
૧૯૪૭ના જાન્યુઆરીની ૨૪મીએ મૂળભૂત હક્કો (ફન્ડામેન્ટલ રાઈટ્સ) તથા લઘુમતીઓ અને આદિવાસીઓના હક્કો વિશેની સલાહકાર સમિતિ રચાઈ જેમાં પચાસ સભ્યોનાં નામ હતા. સમિતિના પ્રમુખને બીજા ૨૨ સભ્યો નીમવાની સત્તા હતી. સમિતિના ચૂંટાયેલા પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આ સમિતિએ પાંચ પેટાસમિતિઓ રચી. આચાર્ય ક્રિપલાની, કનૈયાલાલ મુનશી, સર બી. એન. રાવ, એચ. વી. આર. ઐયંગર, એસ. એન. મુખર્જી ઈત્યાદિ આ પેટાસમિતિઓ સાથે સંકળાયેલા હતા. સર અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર, એન. ગોપાલસ્વામી ઐયંગર, કે. એમ. પણિકર ઈત્યાદિએ પોતપોતાની રીતે મહત્ત્વનો ફાળો બંધારણ ઘડવામાં આપ્યો.
બી. એન. રાવે બંધારણીય સભાના સભ્યોને વિશ્ર્વના કેટલાક દેશોના બંધારણોની જોગવાઈઓ વિશે નોંધ તૈયાર કરીને આપી. આ વિવિધ બંધારણોમાંની કઈ કઈ કલમ ભારત માટે અનુકૂળ છે અને કઈ જોગવાઈઓને લાગુ પાડતાં વ્યવહારુ તકલીફો ઊભી થઈ શકે છે એવી ટિપ્પણીઓ આ નોંધમાં હતી. બી. એન. રાવની વ્યાપક નોંધમાં અમેરિકા, સ્વિત્ઝરલેન્ડ, જર્મની, યુગોસ્લાવિયા, ટર્કી, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, આયર્લેન્ડ, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, રશિયા, ચીન, પોર્ટુગલ, ગ્રીસ, બ્રાઝિલ સહિતના બે ડઝનથી વધુ દેશોનાં બંધારણોની જોગવાઈઓ અને ભારતના સંદર્ભમાં તેની ખૂબીઓ તથા ખામીઓ વિશે નેત્રદીપક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
બી. એન. રાવે બંધારણીય સભાના મુખ્ય મુસદ્દાકાર એસ. એન. મુખર્જીની મદદ લઈને ૧૯૪૭ના ઑક્ટોબરમાં ‘ભારતીય સંવિધાનનો પ્રથમ મુસદ્દો’ ગૃહ સમક્ષ રજૂ કર્યો. એ વખતે એમાં ૨૪૩ કલમો હતી અને કુલ ૧૩ પરિશિષ્ટ હતાં. આ પ્રથમ મુસદ્દા વિશે બંધારણીય સભાએ લગભગ બે વર્ષ સુધી ચર્ચાવિચારણા કરી, સુધારા-ઉમેરા કર્યા અને સભાના પ્રમુખે આખરી મુસદ્દો ૩ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ગૃહમાં રજૂ કર્યો જે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ પસાર થયો. આ આખરી મુસદ્દામાં હવે ૩૯૫ કલમો હતી અને ૮ પરિશિષ્ટો હતાં.
ભારત નુ બંધારણ આખરે ઘડ્યુ કોણે? પાર્ટ ૨
બંધારણીય સભાની આ ચર્ચાઓ કુલ ૧૨ ગ્રંથોમાં પ્રગટ થઈ છે. સંવિધાનને આખરી સ્વરૂપ મળ્યું તે પહેલાં ૭,૬૩૫ બંધારણીય સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા, જેમાંના ૨,૪૭૩ પસાર થયા. કુલ ૨૨૦ કલમોમાંની વિગતો સંપૂર્ણપણે બદલાઈ ગઈ જ્યારે બીજી ૧૨૦ કલમોમાંના શબ્દોમાં સારા એવા ફેરફારો કરવામાં આવ્યા.
ભારતના બંધારણની રચના આ રીતે થઈ. ખૂબ બધા સભ્યોની ખૂબ બધી મહેનત દ્વારા ભારતનું બંધારણ ઘડાયું. આંબેડકર પણ આમાંના એક સભ્ય હતા. કેટલીક બાબતોમાં એમણે પણ અગત્યનો ભાગ જરૂર ભજવ્યો. પણ તેઓ ખૂબ બધામાંના એક હતા, એમણે બંધારણની નીતિનું માળખું ઘડ્યું નહોતું. આમ છતાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રગટ થયેલા ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં લખાણો તથા પ્રવચનો’ના ગ્રંથોમાં ભારતના બંધારણનો આખો મુસદ્દો પ્રગટ કરવામાં આવ્યો છે જેને કારણે છાપ એવી ઊભી થાય છે કે ભારતનું સંવિધાન આંબેડકરની એકલાની મહેનત તથા બુદ્ધિનું પરિણામ છે.
આંબેડકર વિશેનાં આ સત્યો તમે જાહેરમાં રજૂ કરો છો ત્યારે દલિતો તરફથી તમને ‘મનુવાદી’ હોવાની ગાળ ખાવા મળે છે અને કહેવાતા બુદ્ધિજીવીઓ તમને જમણેરીઓના પ્રચારક તરીકે ઉતારી પાડવાની કોશિશ કરે છે. ભલે. આ બધા પછી પણ સત્ય તો સત્ય જ રહે છે.
જોકે, મારી મૂંઝવણ જુદી છે. આપણાં સંતાનો, એમનાં સંતાનો મોટાં થશે ને એમને શાળામાં ભારતના સંવિધાન વિશે ચાર વાતો શીખવવામાં આવશે, ત્યારે ઘરે બચ્ચાઓને ભણાવતી વખતે તમને પૂછવામાં આવશે કે તમે તો આંબેડકર વિશેની વાતો ‘મુંબઈ સમાચાર’ની ‘ગુડ મોર્નિંગ’ કોલમમાં બહુ રસથી વાંચતા હતા તો અમને બાબાસાહેબ વિશે ટૂંકી નોંધ તૈયાર નહીં કરી આપો?
એવા સમયે તમે ધર્મસંકટમાં મુકાઈ જશો. તમારી વિટંબણા એ જ હશે કે બચ્ચાને પરીક્ષામાં શિક્ષકો પૂરા માર્ક્સ ત્યારે જ આપશે જ્યારે એ ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ લખીને આવશે. તમે જે કહેશો તેના પરથી નોંધ લખીને આવશે તો પાઠ્યપુસ્તકને ન અનુસરવા બદલ જવાબ પર મોટો ચોકડો મળશે. પરીક્ષામાં બાળકના ગુણ ન કપાય તે માટે તમારે ઈતિહાસની હકીકતો પર પથ્થર દાબી રાખવો પડશે. એમાં જ બાળકનું હિત છે ને એમાં જ એનો સ્વાર્થ સચવાય છે. રિઝલ્ટ આવ્યા પછી પરીક્ષામાં સારા માર્ક્સ લઈ આવવા બદલ તમે બાળકને આઈસક્રીમ ખવડાવવા લઈ જતી વખતે વિચારતા હશો. તમારામાં અને રાજકારણીઓમાં કોઈ ફરક છે ખરો. એ લોકો પણ પોતાનું હિત સાચવવા અને સ્વાર્થ જાળવવા ઈતિહાસની હકીકતો પર પથ્થર દબાવી રાખે એમાં એમનો શું ગુનો.?
આંબેડકર અેક જાતિવાદી અને વાંમપંથી હતા
રાષ્ટ્રવાદી ના ખોટી ઉપાધી નો પુરાવો તેમનો BBC ચેનલ પર નો ઈન્ટરવ્યુ
https://youtu.be/MO4nKp6QX1Y

Comments
Post a Comment