VIVAH SANSKARA


વિવાહ સંસ્કાર પાર્ટ ૧

હિન્દૂ સંસ્કૃતિ માં 16 સંસ્કારો માંથી એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. ગૃહ સુત્રો ,ધર્મ સુત્રો,અને સ્મૃતિ ના સમય થી જ વિવાહ ના પ્રકાર આઠ કહેવાયા છે 
ब्राह्मो दैवस्तथैवार्षः प्राजापत्यस्तथाऽसुरः। 
गान्धर्वोराक्षश्चैव पैशाचश्चाष्टमोऽधमः।। मनुस्मृति 3/21
અર્થાત્ બ્રાહ્મ,દેવ,આર્ષ,પ્રાજાપત્ય,આસુર,ગાંધર્વ,રાક્ષસ ,
પિશાચ આમ આઠ વિવાહ ના પ્રકાર છે 
चतुर्णामपि वर्णानां प्रेत्य चेह हिताहितान |
अश्ताविमान्स मासेन सत्रीविवाहान्निबोधत ||
ચાર વર્ણો ના હિત અને અહિત કરવા વાળા આ આઠ પ્રકાર ના સ્ત્રી થી કરવા મા આવતા વિવાહ ને સંક્ષેપ મા જાણો 
૧. બ્રહ્મ વિવાહ 
आच्छाद्य चार्चयित्वा च श्रुतिशीलवते स्वयं
आहूय दानं कन्याया ब्राह्मो धर्म: प्रकीर्तित:
કન્યા ને યોગ્ય સુશીલ,વિદ્વાન પુરુષ નો સત્કાર કરી કન્યા ને વસ્ત્રો આદિ થી અલંકૃત કરી તે ઉત્તમ પુરુષ ને બોલાવી અર્થાત્ જેણે કન્યા ને પણ પ્રસન્ન કરી હોય તેને કન્યાદાન કરવુ તે બ્રહ્મ વિવાહ કહેવાય છે 
આ વિવાહ કામુકતા,ધનલાલસા,થી મુક્ત છે તેથી તમામ સ્મૃતિઅો મા તેને શ્રેષ્ઠ ગણ્યો છે.
ભારત મા આ વિવાહ આજે પણ પ્રચલિત છે 
આ વિવાહ માટે પહેલા શ્રીમંત રાજાઅો તેમની રાજકુંવરી માટે સ્વયંવર પણ આયોજીત કરતા જેમા ઉત્તમ પુરુષ નુ સ્પર્ધા દ્ધારા ચયન કરાતુ તેમા પણ ચયન થયા પછી પણ કન્યા ની પસંદ નાપસંદ પુછીને વિવાહ ને માન્યતા આપવામાં આવતી 
૨. દૈવ વિવાહ
यज्ञे तु  वितते सम्यगृत्विजे कर्म कुर्वते 
अलं कृत्य सुतादानं दैवं धर्मं प्रचक्षते
વિસ્તૃત અથવા મોટા યજ્ઞ મા મોટા મોટા વિદ્વાન ને બોલાવી તેમા યજ્ઞ કર્મ કરવા વાળા વિદ્વાન/ઋત્વિજ ને વસ્ત્ર આભુષણ વગેરે થી કન્યા ને સુશોભિત કરી કન્યાદાન કરવુ તેને દેૈવ વિવાહ કહે છે 
જેમા સેવા નો ઉદેશ્ય હતો જે હિંદુ ના પ્રથમ ત્રણ વર્ણ મા વધુ પ્રચલિત હતો પરંતુ સમય જતા યજ્ઞીય કર્મો અને ધર્મ નો હ્રાસ થતા આ વિવાહ પ્રથા પણ અપ્રચલિત બની 
૩. આર્ષ વિવાહ
एकं गोमिथुनं द्वे वा वरादादाय धर्मत:
कन्या प्रदानं विधिवदार्षो धर्म: स उच्यते
જો વર પાસે થી ધર્માનુસાર અેક ગાય અને અેક બળદ  અથવા બે જોડ લઈને વિધિ અનુસાર કન્યાદાન કરવામા આવે તો તેને આર્ષ વિવાહ કહે છે 
દેખીતી રીતે આ વિવાહ મા કન્યા વિક્રય જણાય છે પરંતુ ગૌદાન અે સમયે યજ્ઞ કર્મ ના ઉપયોગ માટે લેવાતુ 
યજ્ઞ કર્મ નો હ્રાસ થતા આ વિવાહ પ્રથા અપ્રચલિત બની 
૪. પ્રાજાપત્ય વિવાહ
सहोभौ चरतां धर्ममिति वाचानुभाष्य च
कन्याप्रदानमभ्यचर्य प्राजापत्यो विधि: स्मृत:
કન્યા અને વર ને યજ્ઞશાળામા વિધિ કરી બધાની સામે "તમે બંને મળીને ગૃહસ્થ આશ્રમ ના કર્મો ને યથાવત કરો " તેવુ કહી બંને ને પ્રસન્નતા પુર્વક લગ્ન કરાવવામાં આવે તો તેને પ્રાજાપત્ય વિવાહ કહે છે ગૃહસ્થ આશ્રમ વગેરે આશ્રમનો હ્રાસ થતા આ વિવાહ પ્રથા અપ્રચલિત બની 
૫. આસુરી વિવાહ 
ज्ञातिभ्यो द्रविणं दत्त्वा कन्यायै चैव शक्तितः।
कन्याप्रदानं स्वाच्छन्द्यासुरो धर्म उच्यते ।।
વર કન્યા ની જ્ઞાતિ વાળા ને અથવા કન્યા ના પરિવારને યથા શકિત ધન આપી ને પોતાની ઈચ્છા અર્થાત્ કન્યા ની પ્રસન્નતા અને ઈચ્છા ની ઉપેક્ષા કરી હોમ વગેરે વિધિ થી કન્યાદાન કરવુ તેને આસુર વિવાહ કહે છે 
૬. ગાંધર્વ વિવાહ 
इच्छयाअन्योन्यसन्योग: कन्यायाश्च यरस्य च। 
गान्धर्व: स तू विज्ञेयी मैथुन्य: कामसंभव: ।।
વર અને કન્યા ની ઈચ્છાથી બંને નો સંયોગ થાય અને પોતાના મન મા પરસ્પર અેમ માની લે કે અમે બંને પતિ પત્ની છીઅે આવા મૈથુન કામવાસના થી ઉતપન્ન વિવાહ ને ગાંધર્વ વિવાહ કહે છે 
આ પ્રકાર ના વિવાહ મા કોઈ ધાર્મિક ક્રિયા કે સંસ્કાર કરવા મા આવતા નથી. ઈતિહાસ માં ક્ષત્રિયો મા આ પ્રકાર ના વિવાહ વધુ થતા. બ્રાહ્મણ મા તેનુ પ્રચલન નહિવત્ જણાય છે 
હાલમા લીવ ઈન રિલેશનશીપ અર્થાત્ લગ્ન કર્યા વગર પતિ પત્ની ની જેમ સાથે રહેવુ અથવા લગ્ન વગર શારીરિક સંબંધ બાંધવો અે ગાંધર્વ વિવાહ કહી શકાય 
કામવાસના ની ઈચ્છા થી ઉત્પન્ન થતા આ વિવાહ ને મોટા ભાગ ના સ્મૃતિકારો અે વખોડી કાઢ્યો છે 
જોકે હાલ મા કેટલાક યુગલ શારીરિક સંબંધ પછી માતા પિતાને તૈયાર કરી બ્રહ્મ વિવાહ કરે છે પરંતુ શાસ્ત્ર અનુસાર તે બ્રહ્મ વિવાહ ગણાતા નથી.બ્રહ્મ વિવાહ મા લગ્ન પુર્વે ના સંબંધો ને કોઈ સ્થાન નથી
૭. રાક્ષસ વિવાહ 
हत्वा छित्त्वा च भित्त्वा च क्रोशन्तीं रुदतीं गृहात। 
प्रसह्य कन्याहरणं राक्षसो विधिरुच्यते।।
હરણ કરી ને અથવા છીનવી ને અર્થાત્ કન્યા પક્ષ ના સગાસંબંધી ને મારી ને રોતી કાંપતી ભયભીત કન્યા નુ ઘર થી અપહરણ કરી વિવાહ કરવા તેને રાક્ષસ વિવાહ કહે છે 
પિશાચ વિવાહ 
सुप्तां मत्तां प्रमत्तां वा रहो यत्रोपगच्छति ।
स पापिष्ठो विवाहानां पैशाचश्चाष्टमोअधम: ।।
જો સુતી ,પાગલ થયેલી કે નશામા ઉન્મત થયેલી કન્યા ને અેકાંત મળતા દુષિત(બાળાત્કાર) કરી ત્યાર પછી પોતાની પત્ની તરીકે રાખવી આ વિવાહ બધા વિવાહો મા સૌથી નીચ મા નીચ છે જેને પિશાચ વિવાહ કહેવાય છે 
વિવાહ પ્રકાર મા કયા પ્રકાર ના વિવાહ શ્રેષ્ઠ અને કયા પ્રકાર ના વિવાહ અધમ છે તે અંગે 
વધુ આવતા અંકે....
વિવાહ સંસ્કાર પાર્ટ   ૨

પ્રથમ ચાર વિવાહ ઉત્તમ છે 
ब्राह्मादिषु विवाहेषु च्तुष् र्वेवानुपूर्वशः।
ब्रह्मवर्चस्विनः पुत्रा जायन्ते शिष्टसंमता ॥
બ્રહ્મ ,દેવ,આર્ષ તથા પ્રાજાપત્ય આ ચાર વિવાહો મા વિવાહિત સ્ત્રી પુરુષ થી જે સંતાન ઉત્પન્ન થાય છે તે વેદ આદિ વિધ્યાથી તેજસ્વી , અને શિષ્ટ હોય છે 
रूपसत्तवोवुणोपेता धनवन्तो यशस्विनः।
पर्याप्तभोगा धर्मिष्ठा जीवन्ति च शतं समाः॥
તે સંતાનો સુંદર રુપ ,બળ પરાક્રમ શુદ્ધ બુદ્ધી વગેરે ઉત્તમ ગુણો થી યુક્ત , બહુધનથી યુક્ત ,કીર્તિમાન અને પુર્ણ ભોગ ના ભોક્તા ધર્માત્મા થઈ સો વર્ષ જીવે છે 
અન્ય ચાર વિવાહ અધમ અથવા નિંદનીય છે 
इतरेषु तु शिष्टेषु नृशंसानृतवादिनः।
जायन्ते दुर्विवाहेषु ब्रह्मधर्मद्विषः सुताः॥
ઉપરોક્ત ચાર વિવાહ સિવાય ના ઈતર ચાર અર્થાત્  આસુર ગાંધર્વ રાક્ષસ અને પિશાચ વિવાહ છે આ ચાર દુષ્ટ વિવાહો થી ઉત્પન્ન થયેલી સંતાન નિંદિત કર્મકરનાર ,મિથ્યાવાદી,વેદ ધર્મ ની વિરોધી અને અત્યંત નીચ સ્વભાવ વાળી હોય છે 

હાલ મા બ્રહ્મ વિવાહ અને ગાંધર્વ વિવાહ નુ પ્રચલન વધુ છે  બોલીવુડ ની મોટા ભાગની ફિલ્મોમા ગાંધર્વ વિવાહ ને શ્રેષ્ઠ બતાવવામાં આવે છે અેમ કહીઅે તો પણ ચાલે કે મોટાભાગની ફિલ્મ ગાંધર્વ વિવાહ (વિવાહ જેવી અપવાદ ફિલ્મો ને બાદ કરતા મોટે ભાગે )પર જ બને છે વળી આજ ની યુવા પેઢી પણ સ્વતંત્રતા ની પાંખ લગાવ્યા પછી પોતાના ધર્મ નુ પાલન કરવામા માનતી નથી અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર મા આપણા સંતાનોમા શૈક્ષણિક સ્તરે થી જ કોઈ ધર્મ શાસ્ત્ર નુ જ્ઞાન અપાતુ નથી પરિણામે તે ખોટા પગલા ભરે છે 
ગાંધર્વ વિવાહ ને આપણા શાસ્ત્ર મા કોઈ સમર્થન અપાયેલ નથી તેને અેક વિવાહ ના પ્રકાર તરીકે સ્થાન મળેલ છે 
જોકે શા માટે સમર્થન નથી અપાયુ તે અંગે આપણે વધુ વિસ્તાર થી આગળ ભાગવત ગીતા ના શ્લોક સાથે ચર્ચા કરીશુ 
વધુ આવતા અંકે 



લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે.
વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે ? શું રહસ્ય છે ? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે ? તે વિશે વિચાર કરીએ.
લગ્ન : બે વિજાતીય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા, એનાથી પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરું લગ્ન છે.
વરઘોડો : ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.
પોંખણું : વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઈયો, મુશળ, ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે તેનો અર્થ જોઇએ..
રવઈયો : માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.
મુશળ : અતિ વાસનાઓને મુશળ (સાંબેલા)થી ખાંડી નાખી પ્રેમ પ્રગટાવવાનો છે.
ઘુંસરી : સંસાર રૂપી રથના પતિ પત્ની રૂપી બે ચાલકો છે, આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો જ સુખી થવાય છે તેમ કહેવા માગે છે.
તરાક : લગ્ન જીવન રેટિંયા જેવું છે.પતિ પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે એમ કહેવાનો ભાવ છે. આમ પોંખવા આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા સાવધાન કરે છે એનો જવાબ વર સંપુટ તોડીને આપે છે.
સંપુટ : વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માંયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહીં ભાંગીને ભુક્કો કરું છું હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.
વરમાળા : ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.
હસ્તમેળાપ : લગ્ન વિધિનું આ મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર (ગ્રહણ) કરે છે. આ વિધિને પાણિગ્રહણ ૫ણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને હૈયામાં આત્મીયતા પ્રગટે છે.


શિલારોહણઃ- પ્રતિજ્ઞા-મન્ત્રો પછી કન્યાનો ભાઈ, કન્યાનો જમણો પગ ઉપાડીને એક શિલા પર મુકાવે છે. એ વખતે વર નિમ્ન મન્ત્ર બોલે છે -

ओम् आरोहेममश्मानमश्मेव त्वं स्थिरा भव। अभितिष्ठ पृतन्यतोऽवबाधस्व पृतनायतः।। पार. १।७।१

હે દેવિ! તૂં આ શિલા પર આરોહણ કર અને ધર્મકાર્યોમાં આ શિલાની જેમ જ દૃઢ બન. ગૃહસ્થ-જીવનમાં ક્યારેય આપત્તિઓ અને સંકટ આવે તો એમાં એવી રીતે દૃઢ રહેજે જેવી રીતે શિલા મૂસળાધાર વરસાદમાં અને વાવાઝોડામાં પણ સ્થિર રહે છે.

सुखं वा यदि दुःखं प्रियं वा यदि ऽप्रियम्। प्राप्तं प्राप्तमुपासीत हृदयेनापराजिता।।

સુખ હોય કે દુઃખ, પ્રિય હોય કે અપ્રિય, સદાય અપરાજિત મનથી, ઉત્સાહપૂર્વક તારા લક્ષ્ય તરફ આગળને આગળ જ વધતી રહેજે.

તૂં તારા પર આક્રમણ કરવાવાળાઓનો દૃઢતાથી સામનો કરજે. એના માટે તૂં તારા શરીરને વ્રજ જેવું મસબૂત બનાવજે.

ભાઈ બહેનનો પગ શિલા પર મુકાવે છે - એમાં એક બીજું પણ રહસ્ય છે. જ્યારે કોઈ માણસ કોઈના પગ પકડે ત્યારે એવા ભાવ પ્રગટ કરે છે કે મારી લાજ હવે તમારા હાથમાં છે. અહીં પણ બહેન પતિકૂળમાં જઈ રહી છે, એટલે ભાઈ એના પગ પકડીને કહી રહ્યો છે કે અમારા પરિવારની લાજ તારા હાથમાં છે. ત્યાં જઈને એવું કોઈ કામ ન કરીશ કે જેથી અમારું માથું કાયમ માટે નમેલું જ રહે.

લાજા હોમઃ-  લાજા હોમ વિવાહની અત્યન્ત અગત્યની વિધિ છે. આ વિધિમાં કન્યાનો ભાઈ પોતાની બહેનની અંજલિ શમીના પાન સાથેની લાજા (ડાંગરની ધાણી)થી ભરે છે, અને વર-કન્યા સાથે હાથ રાખીને મન્ત્રોચ્ચાર સાથે એ યજ્ઞ-કુંડમાં હોમે છે. આ ક્રિયામાં પતિ એને સહાય કરે છે. તાત્પર્ય એ છે કે બંને ભેગા મળીને યજ્ઞાદિ કર્મ કરે. વધૂ જે મન્ત્રોનું ઉચ્ચારણ કરે છે એની ભાવનાઓ છે -

૧   હે ન્યાયકારી પ્રભો! તમે મને પિતૃ કૂળેથી છોડાવી રહ્યા છો, પરન્તુ હું પતિકૂળમાં સદાય સ્થિર રહું, ત્યાંથી ક્યારેય જુદી ન પડું.

२. આ લાજાનો હોમ કરીને પ્રાર્થના કરું છું કે મારા પતિ દીર્ઘજીવી બને અના મારા પરિવારના લોકો ધન-ધાન્યાદિ સમૃદ્ધ રહે.

૩. હે પતિદેવ! હું આપણી સમૃદ્ધિ માટે આ ધાણીને હોમી રહી છું. પ્રભુ કૃપાથી મારો અને તમારો પરસ્પર દૃઢ અનુરાગ કાયમ રહે.

લાજાહોમ પછી પતિ પત્નીનો હાથ પકડીને જે મન્ત્રનો પાઠ કરે છે, એમાં સ્ત્રીની મહિમાનું વર્ણન કરતા છેલ્લે કહ્યું ’ - तामद्य गाथां गास्यामि या स्त्रीणामुत्तमं यशः = હે દેવિ! આજથી હું તારા પ્રત્યે સ્ત્રિઓના ઉત્કર્ષની જ વાત સદાય કરીશ.

આ તો થઈ વિધિ. હવે જરા એના રહસ્ય પર નજર કરીએ. શમી-યુક્ત પાનથી પોતાની બહેનની અંજલિ ભરીને ભાઈ એવું આશ્વાસન આપી રહ્યો છે કે — બહેન તૂં આજે મારા અને પિતાના ઘેરથી વિદાય થઈશ. આજે પિતાનું ઉત્તરદાયિત્વ સમાપ્ત થાય છે. હવે પછી જ્યારે જ્યારે પણ તૂં મારા ઘેર આવીશ, ત્યારે - ત્યારે હું મારી પવિત્ર કમાણીમાંથી તારી અંજલિ ભરીને જ તને વિદાય આપીશ.

ધાણીની આહુતિઓ અપાવીને વર-વધૂને વિવાહની વાસ્તવિકતા ખૂબમાર્મિક રૂપમાં સમજાવવામાં આવી છે. લાજા ધાન્યરૂપ હોય છે. એમાં તૃષ્ અને તણ્ડૂલ (કુસકી અને ચોખા) નો સંયોગ હોય છે. અહીં વધૂ તૃષ છે અને વર તંડૂલ. જ્યાં સુધી બંને મળીને રહેશે ત્યાં સુધી બંનેનું રક્ષણ થતું રહેશે. જ્યાં સુધી તૃષ તંડૂલ સાથે જોડાયેલું રહે છે ત્યાં સુધી એ તંડૂલના ભાવમાં વેચાય છે, પરન્તુ તંડૂલથી જુદું પડ્યા પછી એની કોઈ કિંમત નથી. એવી જ રીતે સ્ત્રી જ્યાં સુધી પતિની સાથે રહે છે ત્યાં સુધી જ એની શોભા છે. આ બાજુ તંડૂલ તૃષથી જુદુ પડ્યા પછી મોંઘા ભાવે તો વેચાય છે પરન્તુ પોતાની ઉત્પાદક શક્તિ ગુમાવી દે છે, એ ચોખાને વાવીને કોઈ પણ ખેડૂત પોતાને અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શકતો. અંકુર ઉત્પન્ન કરવા માટે ગમે તેટલા મોંઘા ચોખા કેમ ન હોય, એને તિરસ્કૃત ભસી (કુસકી)ની મદદ લેવી જ પડે છે. એવી જ રીતે સન્તાનેચ્છુક પુરુષે પોતાની સહધર્મિણીની પ્રતિષ્ઠા કરવી જોઈએ.

ધાનને પહેલા એક સ્થાને વાવીને એના ધરુ તૈયાર કરવામાં આવે છે, પછી એ ધરુને ઉખાડીને બીજા ખેતરમાં રોપવામાં આવે છે, ત્યારે એ ફળે-ફૂલે છે. એવી જ રીતે કન્યા પણ પિતૃકૂળમાં લાલિત-પાલિત થાય છે અને પતિગૃહે જઈને સન્તતિથી ફળે-ફૂલે છે.
શમીપત્ર-યુક્ત લાજાનો હોમ કરીને કન્યા એ પણ સૂચવે છે કે સ્વામિન્!આપનો વંશ પણ શમીની જેમ ભલે ગમે તેટલો હર્યો-ભર્યો કેમ ન હોય, મારા અનાદરથી તમારી સ્થિતિ ધાણી જેવી જ થશે. જેમ ધાણીને અંકુર નથી ફૂટતા એમ જ તમે પણ સન્તાનયુક્ત અંકુરને પ્રાપ્ત નહીં કરી શકો.
લાજા-હોમનો એક ધ્વનિ એવો પણ છે કે જ્યારે એકલા તંડૂલને અગ્નિમાં નાખો તો એ, અગ્નિમાં બળે છે અને એના કોલસા બની જાય છે, એવી જ રીતે તમે પણ મારા વિના સદાય વિરહાગ્નિમાં બળતા રહેશો.

મંગળફેરા
લગ્નના ચાર ફેરા એ ચાર પુરૂષાર્થના ફેરા છે : ધર્મ, અર્થ કામ અને મોક્ષ.. એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ ? પ્રથમ ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ
(૧) ધર્મ-ધર્મ પાળવો અને પળાવવો.
(૨) અર્થ-ગૃહસ્થ જીવન ચલાવવા ધન કમાવું.
(૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો. આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને તેને પત્ની અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો
(૧) ધર્મ : સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો… વગેરે ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળવાના છે.
(૨) અર્થ :પતિ કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મી કહેવાય છે. ઘરની લક્ષ્મી પણ આપણે કહીએ છીએ
(૩) કામ : સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે. લગ્ન જીવન માટે વંશવૃદ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે. આ ત્રણેય… ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. જ્યારે ચોથો ફેરો
(૪) મોક્ષ… એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા શુશ્રૂષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ વગેરે ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે. પતિ, સાસુ, સસરા, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા, મમતા – આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.

ધ્રુવ-દર્શનઃ-  પ્રધાન-હોમ પછી વર વધૂને લઈન્ સભા મંડપની બહાર લઈ જઈને ધ્રુવના દર્શન કરાવે છે. એ વખતે વધૂ કહે છે -  ओं ध्रुवमसि ध्रुवाहं पतिकुले भूयासम् - (गोभि. २।३।९) હે ધ્રુવ નક્ષત્ર! જેમ તમે ધ્રુવ છો, એવી જ રીતે પ્રભુ-કૃપાથી હું પણ પતિકૂળમાં ધ્રુવ બનીને રહું.

ધ્રુવ-દર્શન કરાવીને વધૂને ધ્રુવના તારાની જેમ સ્થિર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બીજા તારાઓ રાત દરમ્યાન પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરતા હોય છે, પરન્તુ ધ્રુવ પોતાના સ્થાને જ ઉત્તરમાં સ્થિર રહે છે. છૂટાછેડા લેવાવાળી, આમ-તેમ ભટકવાવાળી, ચંચળ સ્ત્રિઓએ ધ્રુવ પાસેથી શિક્ષા લેવી જોઈએ કે પોત-પોતાના વિવાહિત પતિમાં જ અવિચલ ભક્તિ રાખે. જોમ વહાણ ચલાવનારા ધ્રુવની સહાયતાથી પોતાના માર્ગેથી ભટકતા નથી, એવી જ રીતે સ્ત્રીએ પણ પતિવ્રતમાં સ્થિર રહેવું જોઈએ. બંને ધ્રુવની જેમ પરસ્પર પ્રિયાચરણમાં ધ્રુવ બનીને રહે.

ધ્રુવ એક જ સ્થળે પચીસ હજાર વર્ષ સુધી અટળ અને અચલ રહે છે, પછી પોતાનું સ્થાન બદલે છે. આના પરથી ઉપદેશ મળે છે કે ગૃહસ્થ ધર્મમાં પચીસ વર્ષ સુધી અટળ રહેવું, પછી પોતાનું સ્થાન બદલીને વાનપ્રસ્થ અથવા સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરવો.

ધ્રુવ-દર્શનનું એક પ્રયોજન એવું પણ છે કે ક્ષણભંગુર અને પરિવર્તનશીલ સંસારમાં નાશ થવાવાળી ભૌતિક વસ્તુઓમાં આત્મતત્ત્વ ધ્રુવ છે. જેણે અધ્રુવ વસ્તુઓ દ્વારા એ ધ્રુવ વસ્તુને પ્રાપ્ત નથી કરી એણે જન્મ લઈને અને સામાજિક સંસ્કારોના પ્રપંચમાં પડીને શું મેળવ્યું?

અરુન્ધતી-દર્શનઃ- ધ્રુવ-દર્શન પછી વર વધૂને અરુન્ધતી નક્ષત્રના દર્શન કરાવે છે. અરુન્ધતી નક્ષત્ર આકાશમાં વસિષ્ઠ નક્ષત્રની ડાબી બાજુએ સ્હેજ પાછળ રહે છે, જાણે કે એનો આદર કરવા માટે પત્ની કહે છે - अरुन्धत्यसि रुद्धाऽहमस्मि। હે અરુન્ધતિ તારિકે! જેમ તૂં સપ્તૠષિ મંડળની નજીકમાં જ સદાય રહે છે, એવી જ રીતે હું પણ મારા પતિના નિયમોમાં રુદ્ધ થઈ ગઈ છું, બંધાઈ ગઈ છું.

અરુન્ધતીના શબ્દાર્થમાં જ સ્ત્રી માટે ઉપદેશના સાગર ભરાયેલો પડ્યો છે. એમાં એનું જીવન-વિધાન છે. અરુન્ધતીનો અર્થ છે વિરોધ ન કરવાવાળી, અરુન્ધતી એ છે જે મનસા, વાચા અને કર્મણા કોઈ પણ રીતે પોતાના પતિની ઇચ્છા અને આકાંક્ષાઓને જ્ઞાન, અને ક્રિયાઓને રુંધે નહીં. અરુન્ધતી-દર્શન સ્ત્રિઓને હૃષ્ટ-પુષ્ટ અને બલિષ્ઠ સન્તાનને જન્મ આપવાનો સન્દેશ આપે છે.

સહભોજઃ– અરુન્ધતી-દર્શન પછી અગ્નિમાં આહુતિ આપીને પતિ-પત્ની ઓદન = ભાત જમે છે. ઓદન-ભક્ષણ પૂર્વે જે મન્ત્રોનો પાઠ કરવામાં આવે છે, એમાં કહ્યું છે - ‘સત્યની ગાંઠથી પોતાને બાંધીશું, સદાય પ્રેમપૂર્ણ વ્યવહાર કરીશું અને એક-બીજાના શરીરનું રક્ષણ કરીશું’. આ ભાવના માત્ર નવ-દમ્પતિ સુધી જ નહીં, પણ સમસ્ત સમાજ અને દેશ પ્રત્યે હોવી જોઈએ, એ વાતનો મન્ત્રોમાં સંકેત છે.

ઓદન-પ્રાશન કર્યા પછી મહાવામદેવ્યગાનની સાથે વિવાહ-વિધિ સમ્પૂર્ણ થાય છે. વર-વધૂએ પોતાના આસનેથી ઊભા થઈને યથાક્રમે વડીલો અને માતા-પિતા તથા વિદ્વાનોનું અભિવાદન કરવું જોઈએ.

ઉપરના વર્ણનથી સ્પષ્ટ છે કે વિવાહ-સંસ્કારના મન્ત્રોનો અર્થ અને વિધિઓનું રહસ્ય અત્યન્ત વૈજ્ઞાનિક છે. શ્રીમતિ એની બૈસન્ટે વૈદિક-વિવાહ-સંસ્કારના વિષયમાં યોગ્ય જ કહ્યું છે - “Nowhere in the whole world, nowhere in any religion, a  nobler, a beautiful, a more perfect ideal of marriage than you can find in the early writings of the Hindus.”

- Annie Besant

અર્થાત ભૂમંડળના કોઈપણ દેશમાં, સંસારની કોઈ પણ જાતિમાં,કોઈપણ ધર્મમાં વિવાહનું મહત્ત્વ આટલું ગમ્ભીર અને પવિત્ર નથી જેટલું આર્ષ ગ્રન્થોમાં જોવા મળે છે.

મંગલાષ્ટક : લગ્નવિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે.
રામ દીવડો : કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દીકરી ! તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્‍ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે.
મા માટલું : માતાનો પ્રેમ, માતાની મમતા, માતાનો જીવ અજોડ છે. તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીકરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મીઠાઈને માટલામાં ભરે છે. આમાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ વગેરે પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે.
હિન્દૂ સંસ્કૃતિ માં 16 સંસ્કારો માંથી એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. વિવાહ માં ઘણા સંસ્કારો હોય છે જેમાં અલગ અલગ રીતિ રિવાજો હોય છે.
સમસ્ત પૂજન, સપ્તવાડી આદિ પતી ગયા પછી પણ જ્યાર સુધી કન્યા તેના પતિ ની ડાભી બાજુ નથી બેસતી ત્યાર સુધી તેને કુંવારી જ માનવ માં આવે છે. જ્યાર સુધી વર અને કન્યા એક બીજા સાથે સાત-ફેરા નથી લેતા ત્યાર સુધી કન્યા વર ની અર્ધાંગિની નથી બનતી.

સપ્તપદીઃ- વિવાહની છેલ્લી અને પ્રમુખ વિધિ છે. હવે વરના ઉપવસ્ત્ર સાથે વધૂના પાનેતર અથવા ચુંદડીના છેડા સાથે ગાંઠ બાંધવામાં આવે છે.

આ ગાંઠ બાંધવાનું એક કારણ તો એ છે કે એકલા પુરુષ અથવા એકલી સ્ત્રી માટે આ સાત પગ ભરવા સમ્ભવ નથી. બંને એક-બીજાના સહયોગી બનીને જગૃહસ્થ અને સંસારરૂપી સાગરમાં સ્થિરતા સાથે પગ ભરી શકશે.

સપ્તપદીનો પહેલો સંદેશ છે  -

ओम् इषे एकपदी भव सा मामनुव्रता भव विष्णुस्त्वा नयतु। पुत्रान् विन्दावहै बहूंस्ते सन्तु जरदष्टयः।। पा. १।७।१९

૧  ઈષે - સહુ પહેલા અન્ન-પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો. ગૃહસ્થ માટે અન્ન સહુથી મોટી જરૂર છે. અન્ન વગર ગૃહસ્થાશ્રમ ચાલી જ ન શકે. અન્નના અભાવમાં ન તો પોતાનું પોષણ થઈ શકે કે ન અતિથિઓની સેવા અને ન તો બીજા ધર્મ-કાર્યો સમ્ભવી શકે. દરિદ્રતા પાપની જનની છે, એટલે અન્ન-પ્રાપ્તિ અત્યાવશ્યક છે.

મન્ત્રમાં બીજી વાત કહી છે - તૂં મારી અનુવ્રતા બન. વ્રતનો અર્થ છે સત્ય અને ધર્મયુક્ત નિયમ અને સંકલ્પ. પાપચરણનું નામ વ્રત નથી. જે લોકો એવું કહે છે કે પતિની આજ્ઞા ગમે તેટલી પાપયુક્ત કેમ ન હોય, એને માનવી જ જોઈએ - એ લોકો વ્રતનો અર્થ નથી જાણતા.

ત્રીજી વાત છે - ધર્મ પાલનમાં પરમ પિતા તને સહાયતા કરે.

ચોથી વાત છે - આપણે બંને મળીને ઘણા સન્તાનોને પ્રાપ્ત કરીએ. વૈદિક શૈલીમાં ઘણા સન્તાનોનો અર્થ શું છે? વેદમાં તો દસ સન્તાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી છે, પરન્તુ રોગી, નિર્બળ અને દીન-હીન સન્તાન નહીં. અપિતુ સબળ, હૃષ્ટ-પુષ્ટ, દીર્ઘજીવી અને ઉત્તમ ગુણોથી વિભૂષિત શ્રેષ્ઠ સન્તાન, એટલે એટલા જ સન્તાન ઉત્પન્ન કરવા જોઈએ જેનું યોગ્ય રીતે પાલન-પોષણ થઈ શકે, જેમને ઉત્તમ રીતે શિક્ષિત-દીક્ષિત કરી શકાય. સન્તાનોને રોતા-કકળતા મરવામાટે કે પછી વેશ્યા કે ખૂની બનવા માટે, કંગાળ કે કાયર બનવા માટે જન્મ આપવો એ મોટો અપરાધ છે.

૨ ઊર્જેઃ- બીજા મન્ત્રમાં બાકીની વાતો તો એ જ છે, પરન્તુ શારીરિક બળની વાત વિશેષ છે. ખાદ્ય-સામગ્રી, બળ, પરાક્રમ અને પ્રાણ-શક્તિ આપવા વાળી હોય. ભોજન માત્ર -સ્વાદ પ્રધાન નહીં પણ પુષ્ટિકારક પણ હોવું જોઈએ.

૩ રાયસ્પોષાયઃ- ગૃહસ્થ માટે ધનનું મહત્વ છે. ધનના અભાવમાં ન તો યજ્ઞો થઈ સકે કે ન સન્તાનોનું લાલન-પાલન. धनान्दरम ततः सुखम् - ધનની સહાયતાથી જ ધર્મનું અનુષ્ઠાન થઈ શકે છે અને સુખની પણ પ્રાપ્તિ થાય છે, એટલે ગૃહસ્થે સત્ય અને ન્યાયપૂર્ણ માર્ગે ધન-પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જ જોઈએ.

૪ માયોભવ્યાયઃ- સુખ ગૃહસ્થનો પ્રાણ છે, જો ગૃહસ્થમાં સુખ નથી તો એ નિષ્પ્રાણ છે, મડદા જેવું છે, એટલે ચોથા પગલે સુખ-પ્રાપ્તિ તરફ ધ્યાન આપ્યું છે. ધન-ધાન્ય હોવા છતાં જો ઘરમાં સુખ ન હોય તો એવા ધન-ધાન્ય વ્યર્થ છે. ધન કમાઓ, પરન્તુ સ્વાસ્થ્યને બગાડીને નહીં. યાદ રાખો, ધન રોટલા તો આપી શકે છે, ભૂખ નહીં, ધનથી ઉત્તમ પ્રકારના પલંગ અને ગાદલા ખરીદી શકાય પણ ઊંઘ નહીં, ધન કપડા તો આપી શકે પણ શારીરિક સૌન્દર્ય નહીં, એટલે ધનોપાર્જન કરો, પરન્તુ સ્વાસ્થ્યને સમાપ્ત કરીને નહીં.

૫ પ્રજાભ્યઃ:- એક ઘરમાં યજ્ઞોનું અનુષ્ઠાન થાય છે, ધન-ધાન્ય પણ ખૂબ છે, પ્રત્યેક પ્રકારનું સુખ પણ છે, પરન્તુ  સન્તાન ન હોય તો એ ઘર શ્મશાન સમાન છે. ગૃહસ્થનો મુખ્યોદ્દેશ્ય સુપ્રજા-સુસન્તાનને જન્મ આપવાનો છે. વિવાહનો ઉદ્દેશ્ય માત્ર ભોગ નથી, કારણ કે - A nation which seeks in sexual life nothing but pleasure is bound to        disappear.એટલે કે જે રાષ્ટ્ર વિવાહની શૈય્યાને માત્ર ભોગ-વિલાસનું સાધન સમજે છે, એનું પતન અવશ્યમ્ભાવી છે. જો ભોગોમાં ફસાઈને તમારું સ્વાસ્થ્ય બગાડ્યું તો ઉત્તમ સન્તાનને જન્મ કઈ રીતે આપી શકશો?.

૬ ૠતુભ્યઃ:- ૠતુભ્યઃ શબ્દ સંકેત કરે છે કે સ્વાસ્થ્યની રક્ષા માટે આપણે બધા કાર્યો ૠતુ સમયે જ કરવા જોઈએ. આપણી પ્રત્યેક ક્રિયા યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે થાય. આપણી દીનચર્યાઅને જીવનચર્યા ૠતુઓને અનુકૂળ જ હોય.

ૠતુભ્યઃ શબ્દ મનુસ્મૃતિના ऋतुकालाभिगामी स्यात् (३-४५) ૠતુકાલ ગામી બનો - આ શબ્દો તરફ ઈશારોકરે છે.

૭ સખાઃ- ગૃહસ્થમાં આપણે બંને મિત્રતાનો વ્યવહાર કરીશું. नास्ति भार्या समो बन्धुः। સંસારમાં સ્ત્રી સમાન બીજું કોઈ આપણું નથી, એટલે દમ્પતીમાં મિત્ર-ભાવના હોવી જ જોઈએ.

પ્રત્યેક ગૃહસ્થે એની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. આ સાત પદાર્ચોનો જે ક્રમ રાખવામાં આવ્યો છે, એના પરથી એવું લાગે છે કે પહેલા કરતા બીજો, બીજા કરતા ત્રીજો - આવી જ રીતે સાતમો પગ સહુથી વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે.

આ સાત પગ પર સમજદારી પૂર્વક આચરણ કરવાથી આપણા ઘર સ્વર્ગ બની જશે. એટલે ઘરને વૈદિક સ્વર્ગ બનાવવા માટે પણ આ બધી વાતો પર આચરણ કરવું જોઈએ.

જેમ હારમોનિયમમાં નિપૂણ બનવા માટે સંગીતના સા, રે, ગ, મ, પ, ધ, નિ, - આ સાત સ્વરો પર અધિકાર પ્રાપ્ત કરવો અનિવાર્ય છે, એવી જ રીતે ગૃહસ્થરૂપી હારમોનિયમમાં નિપૂણ બનવા માટે આવશ્યક છે, એવી જ રીતે ઉપર કહેલી સાત વાતો માટે પુરુષાર્થ કરવો પણ આવશ્યક છે.


જે પણ પતિ-પત્ની આ સાતે વચનો ધ્યાન થી સાંભળીને તેનું પાલન કરે છે તેમના લગ્નજીવન માં ક્યારે પણ કોઈ તકલીફો આવતી નથી.
હિન્દૂ સંસ્કૃતિ માં સાત વચનોને ખૂબ મહત્વ આપવા માં આવ્યું છે. આમને શુભ પણ માનવા માં આવે છે. સાત નો આંકડો બધા કાર્યો માટે શુભ માનવામાં આવે છે. એટલા માટે જ લગ્ન માં કન્યા પોતાના વર પાસેથી સાત વચનો માંગે છે. અને વરને ૭ વચનો આપે છે
આ તમામ અહી સમજાવવા પ્રયત્ન કરુ છુ

સપ્‍તપદીના સાત વચનો
લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે, અને તે માટેની સંપૂર્ણ કટિબધ્‍ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે, સપ્‍તપદી, જેમાં કન્‍યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓ લેવામા આવે છે જે નીચે મુજબ છે
1. त्‍वत्तो मेऽखिलसौभाग्‍यं पुण्‍यैस्‍त्‍वं विविधै: कृतै: । देव ! संपादितो मह्यं वधूराद्ये पदेऽब्रवीत्‌ ।।
પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્‍માં પોતે કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે, અને આ સૌભાગ્‍યવશ પોતાના કપાળે ચાલ્‍લો કરવાનું શરૂ કરે છે.
2. कुटुंबं पालयिष्‍यामि ह्यावृद्धबालकादिकम्‌ । यथालब्‍धेन संतुष्‍ठा व्रते कन्‍या व्दितीयके ।।
સપ્‍તપદીની બીજી પ્રતિજ્ઞામાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃધ્‍ધ સહિત સંપૂર્ણ પરિવારના પલનની ખાત્રી આપે છે. તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહિં પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. તદ્ઉપરાંત તે જે સુખ મળે તેનાથી સંતોષ પામશે અર્થાત તે ખોટો અસંતોષ નહિ રાખે જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે, જે સરવાળે સમર્ગ્ર પરિવારને નુકશાનકર્તા નિવડે.
3. मिष्‍ठान्नव्‍यंजनादिनी काले संपादये तव । आज्ञासंपादिनी नित्‍यं तृतीये साऽब्रवीव्दरम्‌ ।।
જયારે ત્રીજી પ્રતિજ્ઞામાં કન્‍યા તેના પતિની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લઇ આવીને પણ જમી શકાય છે. પરંતુ ઘરે પત્નિ દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક ઓર જ હોય છે.
4. शुचि: शृंगारभूषाऽहं वाङ्‌मन: कायकर्मभि: । क्रीडि ष्‍यामि त्‍वया सार्धं तुरीये सा वदेव्दरम्‌ ।।
સપ્‍તપદીની ચોથી પ્રતિજ્ઞામાં વધુ સારા શણગાર – શૃંગાર સજી મનભાવ, વિચારવાણી શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહિં પત્નિ બનવાથી તેણે પિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ વધુ તેના પતિને ખાત્રી આપે છે.
5. दु:खे धीरा सुखे हृष्‍टा सुखदु:खविभागिनी । नाहं परतरं यामि पंचमे साऽब्रवीव्दरम्‌ ।।
જયારે પાંચમી પ્રતિજ્ઞામાં કન્‍યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના દહાડાઓમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે, તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.
6. सुखेन सर्वकर्माणि करिष्‍यामि गृहे तव । सेवा श्वसुरयोश्चामि बन्‍धूनां सत्‍कृतिं तथा ।। यत्र त्‍वं वा अहं तत्र नाहं वञ्‍चे प्रियं क्‍वचित्‌ । नाहं प्रियेण वञ्‍चा हि कन्‍या षष्‍ठे पदेऽब्रवीत्‌ ।।
સપ્‍તપદીના છઠ્ઠા વચનમાં વધુ તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા- પિતાની સેવા કરશે તેમજ અન્‍ય સગાવાડઓને આદર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ સંબંધીઓ ની વાત નથી પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.
7. होमयज्ञादिकार्येषु भवामि च सहाय्‍यकृत्‌ । धर्मार्थकामकार्येषु मनोवृत्तानुसारिणी ।। सर्वेऽत्र साक्षिणस्‍त्‍वं मे पतिर्भूतोऽसि सांप्रतम्‌ । देहो मयार्पितस्‍तुभ्‍यं सप्‍तमे साऽब्रवीव्दरम्‌ ।।
સાતમી અને છેલ્‍લી પ્રતિજ્ઞામાં કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદ્ઉપરાંત ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્નિ દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે. પરંતુ અહિં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે.
આમ, સપ્‍તપદીમાં કન્‍યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તીત કરવાની ખાત્રી આપે છે.
હવે પછી નીચે ના ૭ વચન કન્યા પતિ પાસે માંગે છે
વચન આપવા અને માંગવા બંને મા કન્યા ને અધિકાર અપાયો છે
પેહલુ વચન
तीर्थ व्रतोद्यापन यज्ञकर्म माया सहेव प्रियवयन कुर्याः
वामांगमायामि तदा त्वदीयं ब्राविति वाक्यं प्रथम कुमारी ।।
લગ્ન માં આ કન્યા દ્વારા વર પાસેથી લેવડાવેલો પેહલો વચન છે. આમાં કન્યા તેમના વર ને કહે છે કે તમે જ્યારે પણ તીર્થ યાત્રા પર જાઓ, તો મને તમારી સાથે લઈને જજો. કસું પણ જાત નું દાન ધર્મ કરો તો મને પણ તેમાં સહભાગી બનાવજો. જો તમે આ વચનો નો સ્વીકાર કરો છો તો હું પણ તમારી અર્ધાંગિની બનવાનું સ્વીકાર કરું છું.
કોઈ પણ ધાર્મિક પૂજા - પાઠ માં પત્ની નું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વચન દ્વારા પત્ની ની દરેક જગ્યા એ સહભાગિતા બતાવેલી છે.
બીજું વચન
पूज्यो यथा स्वो पितारो मामापि तथेशभक्तो निजकर्म कुर्याः
वामांगमायामि तदा त्वदीयम ब्रवीति कन्या वचनम द्वितीयं ।।
આ બીજા વચન માં કન્યા એના વર પાસેથી વચન માંગે છે અને કહે છે કે જે રીતે તમે તમારા માતા-પિતા નો આદર કરો છો, તેવી રીતે તમે મારા માતા-પિતા નો પણ સમ્માન કરસો. અને કુટુંબ ધર્મ નું પાલન કરીને પૂજા કરીશુ. આ વચન સાથે હું તમારી અર્ધાંગિની બનવાનું સ્વીકાર કરું છું.
ત્રીજું વચન
जीवनम अवस्थात्रय मं पालना कुर्या:
वामांगमायामि तदा त्वदीयम ब्रवीति कन्या वचनम त्रितयं ॥
આ ત્રીજા વચન ના માધ્યમ થી કન્યા તેના પતિ ની પાસે થી વચન માંગે છે અને કહે છે કે તમે જીવન માં આવનારી ત્રણે અવસ્થાઓ માં જેવી રીતે યુવાવસ્થા, પ્રૌઢવસ્થા અને વૃદ્ધાવસ્થા માં મારુ અને કુટુંબ માં સાથે રેહતા પશુઓ ની દેખરેખ રાખશો તો હું તમારી અર્ધાંગિની બનવા તૈયાર છું.
ચોથું વચન
कुटुंबसमपालनसर्वकार्ये कर्तु प्रतिज्ञान यदि काटन कुर्याः
वामांगमायामि तदा त्वदीयम ब्रवीति कन्या वचनम चतुर्थ ।।
આ વચન માં કન્યા કહે છે કે અત્યાર સુધી તમે ઘર પરિવાર ની ચિંતા માંથી બધી રીતે મુક્ત હતા. હવે જો આપડે લગ્ન ના બંધન માં બંધાવા જઈ રહ્યા છે તો ભવિસ્ય માં થનારી પરિવાર ની બધી જ જરૂરતો ને પુરી કરવાની જવાબદારી તમારા ખભા પર રહેશે. તમે આ વચન મને આપો તો હું તમારી અર્ધાંગિની બનવાનું સ્વીકારું છુ.
આ વચન થી પત્ની તેન પતિ ને કર્તવ્ય વિશેનું કહે છે. આ વચન થી એ પણ ખબર પડે છે કે પુત્ર ના લગ્ન ત્યારે કરવા જોઈએ જ્યારે એ પોતાના પગ પર ઉભો થઇ શકે.
પાંચમું વચન
स्वासघकार्ये व्यवहार कर्मानये व्याये मामापि मंत्रायेथा
वामांगमायामि तदा त्वदीयम ब्रूते वच पंचमात्र कन्या ।।
પાંચમા વચન માં કન્યા તેના વર ને કહે છે કે ઘર માં થનારા બધા લગ્નો, વ્યવહાર, લેવડ દેવળ, અને ખર્ચો કરતી વખતે તમે મારી સલાહ-સુચન જરૂર થી લેશો. તો હું તમારી અર્ધાંગિની બનવાનું સ્વીકાર કરું છું.
આ વચન થી કન્યા ના અધિકારો વિશે ખબર પડે છે. જે પણ કાર્ય કરતા પેહલા પત્ની ની સલાહ સુચન લેવા માં આવે તો તેનું સમ્માન વધે છે. અને પત્ની ને તેના અધિકારો વિશે સંતોષ થાય છે.
છઠ્ઠુ વચન
न मेपमानमन सवीधे सखीनाम द्युतन न व ध्रुवसायन भंजश्चेत
वामांगमायामि तदा त्वदीयम ब्रवीति कन्या वचनम छह शास्थनम ।।
આ વચન દ્વારા પત્ની એ કહે છે કે જો હું મારી સખીઓ અથવા કોઈ ઓળખીતા સાથે બેઠેલી હોઉં તો તમે ત્યાં બાજુ મારો અપમાન નઈ કરો.
આના સિવાય જો તમે જુગાર અથવા બીજી કોઈ ખરાબ સંગત થી દૂર રહેશો તો હું તમારી અર્ધાંગિની બનવા તૈયાર છું.
સાતમું વચન
पराइसत्रियाँ मात्रसम्मान समीक्ष्य स्नेह सदा चिन्मयी कातन कुर्या वामांगमायामि तदा त्वदीयम ब्रूते वच सप्तमात्र कन्या ।।
છેલ્લા વચન માં પત્ની તેમના પતિ ને કહે છે કે તમે મારા સિવાય બધી સ્ત્રીઓ ને માં અને બહેન ની જેમ સમજશો. પતિ પત્ની ના પ્રેમ ની વચ્ચે કોઈ ને પણ ભાગીદાર નઈ બનાવશો. દર વખતે મારા પર જ તમારો પ્રેમ બનાવી રાખશો.
આ વચનો સુખી લગ્નજીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વચન થી ખાલી વર્તમાન જ નઈ પણ તમારું ભવિષ્ય પણ સુખમય રહેશે.
આ વચનો દ્વારા કન્યા તેમના ભવિષ્ય ને સુરક્ષિત કરતી હોય છે.
મેસેજ ખુબ લાંબો અને અનેક માહિતીસભર હતો
આપ જે મિત્રો અે અંતિમ શબ્દ સુધી શાંતિ થી વાંચ્યો તે બદલ આભાર
સપ્તપદીના આ સાતે વચનો અને વિધિઅો આપણા પુર્વજ ઋષિઅો અે સ્ત્રી અને પુરુષ ના સંપુર્ણ મનોવિજ્ઞાન ને સમજી બંને ના મનોવિજ્ઞાન નો આદર કરી દીર્ધ અને સુખી લગ્ન જીવન અને દંપતિ વચ્ચે પ્રેમ જળવાઈ રહે તે માટે બનાવ્યા હતા.
ઉપરોક્ત સાતે વચન મા પતિ પત્ની વચ્ચે તેમના મનોવિજ્ઞાન અનુસાર કાર્ય ફરજ અને અધિકારો વહેંચણી કરાઈ છે 


આ સાત પગ વૈદિક સન્ધ્યાના પ્રાણાયામ મન્ત્રમાં આવતા  - भूः भुवः स्वः महः जनः तपः અને सत्यम् તરફ પણ ધ્યાન દોરે છે. એમાં ગૃહસ્થ પાંચમો પગ છે, જેનો ઉદ્દેશ્ય છે  - जनः = એટલે ઉત્તમ સન્તાનોને જન્મ આપવો. માણસ એમાં જ ફસાઈને ખતમ ન થઈ જાય, એટલે એને અહીં સ્મરણ કરાવ્યું છે કે તારે સાત પગ ભરવાના છે.

માથા પર જળનો અભિષેકઃ– સપ્તપદીની વિધિ પુરી થયા પછી વર-વધૂના માથા પર જળનો અભિષેક કરવામાં આવે છે. આ ક્રિયાનો અર્થ શું છે? વર-વધૂના અગ્નિ સામે ઘણા સમયથી બેસેલા છે. અગ્નિની ગરમીને કારણે તેઓ પણ તપી ગયા છે, એટલે જળકણોના અભિષેકથી એમને ઠંડક લાગે છે. આ ક્રિયામાં ગૃહસ્થ માટે મહત્ત્વપૂર્ણ ભાવ એ છે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી રહેલા આ નવ-દમ્પતિ વચ્ચે ક્યારેક કોઈ કારણે કલહાગ્નિ સળગી ઉઠે તો ઘરના વૃદ્ધ અને અનુભવી શીતળ જળની જેમ એમને ઠંડા મગજ અને મધુર વચનો કહીને કલહાગ્નિને ઠંડો પાડવાનો પ્રયાસ કરશે, એને ભડકાવશે નહીં.

સૂર્યાવલોકનઃ– હવે વર-વધૂ પોતાના સ્થાનેથી ઊભા થઈને સૂર્યના દર્શન કરે છે. સૂર્યના દર્શન કરીને નવ-દમ્પતિ અશ્રાન્તગતિથી આગળને આગળ વધીને સૂર્યની જેમ જીવનમાં સદાય આગળ વધવાનો સંકલ્પ કરે છે. अदीनाः स्याम शरदः शतम्। અમે સો વર્ષ સુધી अदीन =  અક્ષુણ્ણ ઇન્દ્રિય શક્તિવાળા અને પ્રાણ શક્તિથી ભરપુર થઈને પોતાની શક્તિને સ્થિર રાખીને સૂર્ય સમાન ચમકીશું, એવો સંકલ્પ કરે છે.

સૂર્ય દર્શનનો એક બીજો હેતુ પણ છે  -

૧   સૂર્ય ઘણો ઊંચો છે, આપણા જીવનનો ધ્યેય પણ ખૂબ ઊંચો હોવો જોઈએ.

૨ સૂર્ય સ્વયં પવિત્ર છે, બીજાઓને પવિત્ર બનાવે છે, એવી જ રીતે આપણે સ્વયં પવિત્ર રહીશું અને સમ્પર્કમાં આવનારાઓને પણ પવિત્ર બનાવીશું.

૩ સૂર્યોદય યથા સમયે જ થાય છે અને યથા સમયે જ અસ્ત થાય છે, આપણા બધા કાર્યો પણ એવી જ રીતે નિયમિત સમયે થશે - વિગેરે.

હૃદય-સ્પર્શ - વૈદિક વિવાહનું રજિસ્ટ્રેશન:- સૂર્યાવલોકન પછી વર-વધૂ એક-બીજાના હૃદયનો સ્પર્શ કરીને નીચેના મન્ત્રનો પાઠ કરે છે -

ओम् मम व्रते ते हृदयं दधामि मम चित्तमनुचित्तं ते अस्तु। मम वाचमेकमना जुषस्व प्रजापतिस्त्वा नियुनक्तु मह्यम्।। पार. १।८।८

હે વધૂ! હું તારા અન્તઃકરણ અને આત્માને મારા હૃદયમાં ધારણ કરું છું. તારું ચિત્ત સદાય મારા ચિત્તને અનુકૂળ રહે. મારી વાણીને તું એકાગ્રચિતથી સાંભળજે. પ્રજાપતિ પરમાત્માએ તને મારા માટે નિયુક્ત કરી છે.

એવી જ રીતે વધૂ પણ કહે - હે પ્રિય સ્વામિન્! તમારા હૃદય, આત્મા અને અન્તઃકરણને હું મારા હૃદયમાં ધારણ કરું છું. તમારું ચિત્ત સદાય મારા ચિત્તને અનુકૂળ રહે. તમે મારી વાતને એકાગ્રચિત્તથી સાભળજો. આજથી પરમાત્માએ આપણને એક-બીજાને અધીન કર્યા છે.

આ હૃદય-સ્પર્શ વૈદિક-વિવાહની રજિસ્ટ્રી છે. જ્યારે કોઈ મામસ કોઈ મકાનાદિ ખરીદે, ત્યારે કૉર્ટમાં એને રજિસ્ટર કરાવવું પડે છે. પહેલા એક કાગળ પર લખાણ થાય છે, પછી કૉર્ટમાં ન્યાયાધીશની સામે એના પર સહી સિક્કા થાય છે તેમજ અંગુઠો લગાવાય છે. વિવાહ-સંસ્કારમાં પણ આમ જ તો થાય છે.

અહીં યજ્ઞ-મંડપજ ન્યાયાલય છે. સહુથી મોટા ન્યાયાધીશ પરમાત્મા છે અને એના પ્રતિનિધિના રૂપમાં પુરોહિત વિદ્યમાન છે. આમન્ત્રિતો, પુરુષો અને સ્ત્રિઓ સાક્ષીના રૂપમાં હાજર છે. વર અને વધૂનું હૃદય-પટલ જ એ કાગળ છે, જેના પર વિવાહ-સમ્બન્ધી બધી વાતો અંકિત કરવામાં આવી છે અને અંગૂઠાના સ્થાને અહીં તો સમ્પૂર્ણ હથેળીની જ છાપ લગાવાઈ છે.

આશીર્વાદઃ- હૃદય-સ્પર્શ પછી વર વધૂના માથા પર હાથ મૂકીને હાજર બધા લોકોને પ્રાર્થના કરે છે -

ओम् सुमंगलीरियं वधूरिमां समेत पश्यत। सौभाग्यमस्यै दत्त्वा याथास्तं वि परेतन।। ऋ. १०।८५।३३

હે ઉપસ્થિત જનો! આ વધૂ ખૂબ જ મંગળકારિણી છે. તમે બધા એના પર કૃપા દૃષ્ટિ કરો તથા એને સૌભાગ્યસૂચક આશીર્વાદ આપવાનીકૃપા કરો. સન્તાનાદિના મંગળની આશા સાથે ફરી ફરીને આવતા રહેજો.

વરની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ઉપસ્થિત લોકો - ओम् सौभाग्यमस्तु। ओं शुभं भवतु।। આ શબ્દો કહીને આશીર્વાદ આપે છે.

પછી સ્વિષ્ટકૃત અને વ્યાહૃતિ આહુતિઓ સાથે વિવાહની પૂર્વ વિધિ સમાપ્ત થાય છે.


કંકુ થાપાઃ દીકરી જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય તે સમયે કન્યા વિદાય પૂર્વે દિકરી પોતાના પિતાના ઘરની દિવાલ પર કંકુ થાપા મારે છે તેવો રીવાજ આપણા ત્યાં છે. કંકુ થાપા દ્વારા દિકરી પોતાના ભાઈઓને 10 આંગળીઓથી ઘરનો દસ્તાવેજ કરીને આપતી જાય છે. તે સમયે દિકરીએ માથે ઓઢેલું હોય છે. આ રસમ દ્વારા બહેન પોતાના ભાઈઓને કહે છે કે હે ભાઈઓ આજ સુધી મેં આ ઘરનો દર-દાગીનો અને દસ્તાવેજ બધુ સાચવ્યું છે મારે આમાંથી કશી જ વસ્તુનો ભાગ જોઈતો નથી આજે હું મારી દસ આંગળીઓથી તેનો દસ્તાવેજ કરી આપીને તે સંપત્તિની જવાબદારી તમારા શીરે સોંપતી જાઉં છું તેનું જતન કરી તમે તેને સાચવજો અને તેમાં વૃદ્ધિ કરજો.

Comments

Popular posts from this blog

श्री धर्मंसम्राट करपात्री जी महाराज द्वारा रची गयी पुस्तकें

ભારત નુ બંધારણ કોણે ઘડ્યુ ??

આર્ય સમાજ નુ ખંડન