VED PARICHAY SERIES
વેદ પરિચય સિરિઝ પાર્ટ ૧ વેદ હિંદુધર્મનો પ્રથમ અને પ્રમુખ ધર્મગ્રંથ હોવા છતાં આપણે બધાએ એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે હાલ વેદ અને આપણી વચ્ચે બહુ મોટી ખાઈ ઉભી થઇ ગઈ છે. કદાચ કુલ હિન્દુઓના એક ટકા લોકોને પણ ચાર વેદનાં નામની ખબર જ નહીં હોય, તો તેમાં સમાયેલ જ્ઞાન વિષે પૂછવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. મોટાભાગના વિદ્વાનો અને જિજ્ઞાસુઓ પણ ગીતા અને ઉપનિષદોનો અભ્યાસ કરે છે, પરંતુ વેદથી દુર ભાગે છે. આમ છતાં હજારો વર્ષથી આપણા દેશના અનેક વિદ્વાનો તેમજ કેટલાય વિદેશી વિદ્વાનોએ પણ વેદોનો ઊંડ ો અભ્યાસ કર્યો જ છે. વળી હવે તો વેદોનું જ્ઞાન કેટલીય ભાષાઓમાં ભાષાંતર થઈને પુસ્તકોરૂપે પણ મળે છે. એટલે સામાન્ય જનસમાજ, જેઓ સંસ્કૃત ભાષાનું જ્ઞાન ધરાવતા નથી, તેઓ પણ પોતાની માતૃભાષામાં જ વેદનું જ્ઞાન સરળતાથી અને સહજતાથી મેળવી શકે છે. જરૂર છે માત્ર વેદોનું જીવનોપયોગી જ્ઞાન મેળવવા માટેની ઈચ્છા ધરાવવાની, જીજ્ઞાસા કેળવવાની અને જરૂરિયાત સમજવાની. હવે સૌ પ્રથમ આપણે જોઈએ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાન અંગેની કેટલીક મૂળભૂત લાક્ષણીકતાઓ. ૧) વેદ અનેક ઋષિઓનું દર્શન છે અને વેદોની રચનાનો ગાળો પણ ઘણો વિશાળ છે. અર્થાત સેંકડો ઋષિઓએ હજારો ...