Posts

Showing posts from December, 2018

સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ...

સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ.... -------++++++----------+++++++++-------------- બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો 'બર્થડે'..'મેરેજ એનીવર્સરી' વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ... માતા પિતા ને 'મમ્મા ' અને 'ડેડા' કેતા પણ શીખવો... અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ  બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ.... કારણ કે.... બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર  હવન કુંડ મા આહુતી કેવી રીતે અપાય એના બદલે છરી થી 'કેક' કેમ કપાય એ શિખવનાર આપણે... મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે... પેલ્લી વાર બહાર જતા ' જય શ્રીસ્વામિનારાયણ , જય શ્રી કૃષ્ણ ' ને બદલે  'બાય બાય ...

કર્તવ્યની શક્તિ

આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે, અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો. ત્યાં તેણે ધ્યાન ધર્યું, લાંબા સમય સુધી ઉપાસના અને સાધના કરી. ઘણાં વર્ષો સુધી સખત તપ અને સાધના કર્યા પછી, એક દિવસ એ વૃક્ષ નીચે બેઠો હતો, ત્યારે વૃક્ષ પરનાં સૂકાં પાંદડાં એના માથા પર પડ્યાં. એણે ઊંચે જોયું તો, વૃક્ષની ટોચે એક કાગડો અને એક બગલો ઝઘડી રહ્યાં હતાં. આ જોઈને સંન્યાસીને ખૂબ ગુસ્સો ચડ્યો. તેણે બંને પક્ષીઓને સંબોધીને કહ્યું : ‘તમે સૂકાં પાંદડાં મારા માથા પર શા માટે નાંખો છો ? તમારું હવે આવી બન્યું લાગે છે !' આ શબ્દો બોલતાંની સાથે એણે ગુસ્સાભરી નજરે પેલા કાગડા અને બગલા ભણી જોયું , ત્યાં તો પેલાં બંને પક્ષી બળીને ખાખ થઈ ગયાં ! આ જોઈને સંન્યાસીને બહુ આનંદ થયો. નજર માત્રથી પોતે કાગડાને અને બગલાને પળવારમાં બાળીને ભસ્મ કરી શક્યો એ સિદ્ધિના પરચાથી એને ભારે આનંદ થયો. થોડા વખત પછી ભિક્ષા માટે સંન્યાસીને શહેરમાં જવાનું થયું. એ શહેરમાં ગયો. એક ઘરને બારણે જઈને ઊભો . તેણે કહ્યું : ‘માં, મને ભિક્ષા આપો.' ઘરમાંથી અવાજ આવ્...